News of Wednesday, 30th October 2024
ગોંડલના અક્ષરમંદિરે ધનતેરસના શુભદિને વિશ્વશાંતિ-લક્ષ્મીહોમ મહાયજ્ઞ યોજાયો
૧૯૦ જેટલા યજ્ઞકુંડમાં કૂલ ૩૦૦૦થી વધુ યજમાનોએ ભાગ લઇ યજ્ઞનારાયણને ૧૧,૬૦,૦૦૦ આહૂતિ અર્પણ કરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૦: ભારતીય વૈદિક વિશ્વશાંતિ - લક્ષ્મીહોમ મહાયજ્ઞનું આયોજન તાઃ ૨૯/૧૦/૨૦૨૪, મંગળવાર આસો વદ તેરસ - ધનતેરસનાં પરમપવિત્ર દિવસે અહીના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી અક્ષરમંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞનો શુભારંભ બ્રાહ્મ ૂહૂર્ત માં સવારે ૪ વાગ્યે મંદિરની પાર્શ્વ ભાગમાં આવેલ શ્રી અક્ષરધાટનાં પવિત્ર તટે કરવામાં આવ્યો હતો. આ તકે શ્રી અક્ષરધાટને વિવિધ કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આપણા શાષાો મુજબ યજ્ઞાશાળાને ગાયના છાણથી લીંપવામાં આવી હતી. યફાકુંડોને પણ શાષાોક્ત રીતે બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞમા કુલ ૧૯૦ જેટલા યજ્ઞકુંડ પર ૩૦૦૦થી પણ વધુ દેશ અને પરદેશથી પધારેલા યજમાનોએ ભાગ લઈ વૈદિક યજ્ઞવિધિમાં જોડાઇ યજ્ઞનારાયણને ૧૧,૬૦,૦૦૦ આહૂતિ આપી હતી.
મુખ્ય કુંડ પર વરિષ્ટ સંતો યજ્ઞાવિધિમાં જોડાયા હતા. આ સમગ્ર યજ્ઞવિધિ વેદપાઠી બ્રાહ્મણો તથા સંતો દ્વારા સંપન્ન થઈ હતી. જેમા વિશ્વશાંતિની કામના, તમામનાં સુસ્વાસ્થ તેમજ આજે ધનતેરસનાં પવિત્રદિને સૌ કોઈ તન, મન અને ધનથી સુખી થાય તેવી મંગલ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. યજ્ઞ બાદ સૌ યજમાનોએ અક્ષર ઘાટ પર રચેલા અક્ષર અને બ્રહ્મ કુંડમાં તાાન કરી જીવનનું અદભૂત સંભારણું બાંધી સૌ કોઈ છૂટા પડ્યા.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
