<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પોરબંદર-સાલીમાર, ઓખા-સાલીમાર તથા કવિગુરૂ એકસપ્રેસ સુપર ફાસ્‍ટ ટ્રેનને વાંકાનેર સ્‍ટોપ મંજૂર

સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ભલામણ તથા કેન્‍દ્રની રેલ્‍વે કમીટી મેમ્‍બર મહેતાની સફળ રજુઆત વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશનનો અમૃત સ્‍કીમ હેઠળ સમાવેશ થતા ટૂંક સમયમાં આધુનિકરણ થશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩૦:  રેલવે કમિટીની મીટીંગ માં પ્રદીપ મહેતાની રજૂઆત બાદ વાંકાનેર રેલવે સ્‍ટેશન નું નવું આધુનિકરણ માટે વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશનને અમળત સ્‍કીમ હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે જેથી અમળત સ્‍કીમ હેઠળ વાંકાનેર રેલવે સ્‍ટેશન નું આધુનિકરણ થશે જેમાં સ્‍ટેશન ઉપર નવા સાઈન બોર્ડ લગાવવામાં આવશે પ્રવેશદ્વારનું આધુનિકરણ થશે જલ્‍પાન તથા નાસ્‍તા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવશે નવી બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવશે નવા ટોયલેટ બનાવવામાં આવશે વેઇટિંગ રૂમ એસી કરવામાં આવશે તેમજ લેડીસ માટે નવા વેઇટિંગ રૂમ નું પણ સમાવેશ કરવામાં આવશે. ટૂંક સમયમાં સૌરાષ્‍ટ્ર મેલ નો સમયમાં પણ ફેરફાર થઈ જશે જે પહેલા ઉપાડવાનો સમય જુનો જે સાંજનો હતો એ પ્રમાણે થઈ જશે અને આનંદની વાત એ છે કે દુરંતો ટ્રેનને બોરીવલી ટૂંક સમયમાં સ્‍ટોપેજ મળી જશે અંતમાં પ્રદીપભાઈ મહેતાએ રેલવે કમિટીની મિટિંગમાં અધિકારીઓનો આભાર માનીએ તો અને તુરંત જ વાંકાનેર રેલવે સ્‍ટેશનનું કામ શરૂ થઈ જાય એવો આગ્રહ રાખ્‍યો હતો.

જયારે સાંસદ કેશરીદેવસિંહજીની ભલામણ બાદ પોરબંદર-સાલીમાર, ઓખા-સાલીમાર અને કવિ ગુરૂ એકસપ્રેસ સુપર ફાસ્‍ટ ટ્રેનને વાંકાનેર સ્‍ટોપ મંજુર કરાતા રેલ્‍વે તંત્રએ દિવાળીની ભેટ મળી છે.

(11:19 AM IST)