News of Wednesday, 30th October 2024
જાફરાબાદમાં ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના જમાઇ ઉપર હુમલો
ચેતન શિયાળ ઉપર કુહાડી ઝીંકનાર શખ્સોની શોધખોળઃ હોસ્પિટલમાં સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦: ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ ચેતન શિયાળ ઉપર જાફરાબાદ ખાતે કુહાડીના ઘા ઝીંકી હુમલો કરાતા તેઓને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જાણ થતાં જ હીરાભાઈ સોલંકી અને આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અને આરોપીઓની શોધખોળ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોળી સમાજના નેતા અને રાજ્યના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ભાઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ ચેતનભાઇ શિયાળ ઉપર જાફરાબાદ ખાતે કુહાડી વડે હીંચકારો હુમલો થતાં તેઓને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતા જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
