<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પાટડીના આદરીયાણા ગામે શાળાના રૂમમાં જ પટ્ટાવાળાનો આપઘાત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: પાટડી તાલુકાના આદરિયાણા ગામે પટ્ટાવાળાએ શાળાના રૂમમાં જ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપતા સાબરકાંઠા ગ્રામ્‍યના વ્‍યક્‍તિએ ગળાફાંસો ખાઇ મોતને વ્‍હાલું કરતા શોકનુ મોજુ ફરી વળ્‍યુ હતું.

પાટડી તાલુકાના આદરીયાણા ગામે આવેલી બી.કે.હાઈસ્‍કૂલમાં સાંજના સમયે શાળાના પટ્ટાવાળા રાજેન્‍દ્ર નાનજીભાઈ ડામોર (મૂળ વતન-પરવઠ તાલુકો-વિજયનગર સાબરકાંઠા, હાલ રહે- આદરીયાણા ઉંમર વર્ષ અંદાજે ૫૮ વર્ષ) છેલ્લા ૨૫ વર્ષથી આદરીયાણા ગામે આવેલી બીકે હાઈસ્‍કૂલમાં પટ્ટાવાળા તરીકે સેવા આપતા હતા અને આદરિયાણા ગામે જ રહેતા હતા. ત્‍યારે રાજેન્‍દ્રભાઈ ડામોરે શાળાના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર વ્‍યાપી જવા પામ્‍યો હતો.

આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા શાળાએ દોડી ગયા હતા. બાદમાં મળતકની લાશને પોસ્‍ટ મોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. જયારે મળતકના પરિવારજનો હોસ્‍પિટલ ખાતે આવતા ભાવુક દ્રશ્‍યો સર્જાયા હતા. ઝીંઝુવાડા પોલીસે આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્‍યારે મળતક પટ્ટાવાળા રાજેન્‍દ્રભાઈ ડામોરે કયા કારણોસર મોતની વ્‍હાલું કર્યું, તે રહસ્‍ય હજી અકબંધ રહેવા પામ્‍યુ છે.

(11:59 AM IST)