News of Wednesday, 30th October 2024
માટેલમાં યુવકને હડકવા ઉપડતા બે ને બચકા ભરી લીધા

વાંકાનેર તા. ૩૦: માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા છે. આ યુવકને મોરબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો છે.
ગઈ કાલે રાત્રિના સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેઓને હડકવા ઉપડયો હતો અને ત્યારબાદ તે પોતાના જ ઘરની અંદર રહેલ તેના દીકરા અશ્વિનને બચકું ભરવા માટે થઈને તેની પાછળ દોડયા હતા અને અશ્વિન પોતાને બચાવવા માટે થઈને ત્યાં રહેતા તેના કાકા પાસે ગયો હતો અને ત્યાં તેણે જાણ કરી હતી કે ‘‘તેના પિતા તેને બચકું ભરવા માટે આવી રહ્યા છે''
જેથી કરીને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને જે તે સમયે સવાભાઈ છગનભાઈએ ત્યાં બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી તેમના આડોશી પાડોશી તથા પરિવારજનો દ્વારા સવાભાઈ છગનભાઈના હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં એક દર્દીને હાથે પગે દોરડા બાંધીને લઈને આવ્યા હતા જેથી કરીને ડોક્ટર સહિતનાનો સ્ટાફ પણ આヘર્યચકિત થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે જે દર્દીને લઈને સારવાર માટે આવ્યા છે તે દર્દીને હડકવા ઉપડયો છે.
સામાન્ય રીતે કૂતરું બચકુ ભરે ત્યારબાદ જરૂરી ઇન્જેક્શન કે સારવાર લેવામાં આવે તો ત્યારબાદ હડકવા ઉપડવાની શકયતાઓ નહીવત થઈ જતી હોય છે ગામે રહેતા સવાભાઈ છગનભાઈ નામના યુવાનને ત્રણેક દિવસ પહેલા હડકાયા કુતરાએ બચકું ભરી લીધુ હતું અને ત્યારબાદ સવાભાઈ છગનભાઈએ જરૂરી સારવાર લીધી ન હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
