News of Wednesday, 30th October 2024
મોરબી ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાના આજે બે વર્ષ પૂર્ણ
બચાવમાં ઉતારી દીધી હતી અને મુખ્યમંત્રી તેમજ ગળહમંત્રીએ મોરબીમાં જ પડાવ બચાવ કામગીરી કરાવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો કયાસ મેળવવા અને પીડિત પરિવારોના આંસુ લુછવા મોરબી આવ્યા હતા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩૦: આજે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ર વર્ષ પુર્ણ થયા છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે તત્કાલ ઝૂલતાપૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત ઝૂલતાપૂલના ટિકિટ ક્લાર્ક, પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર તેમજ ચોકીદાર સહીત ૯ લોકો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી તો સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી એટલે કે સીટની રચના કરી નાખી હતી. સમય જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ મીડિયા અહેવાલો બાદ સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી પીડિત પરિવારોને સરકાર તરફથી યોગ્ય વળતર અને જવાબદાર કંપનીને પણ વળતર ચૂકવવા આદેશ જારી કરી પીડિતોના પરિજનોને તેમજ નિરાધાર બનેલા બાળકો માટે અભ્યાસ અને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થાઓ ઉપર ભાર મુકયો હતો. જો કે, સમય જતાં હાલમાં તમામ આરોપીઓ જામીન મુક્ત બનીને બહાર આવ્યા છે અને હવે ઝૂલતા પુલ કેસમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ થવામાં છે.
ઉલ્લેખનીય છે કે, ઝૂલતાપૂલ દુર્ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા સહિતના અગ્રણીઓ હાલમાં જામીન મુક્ત થયેલા જયસુખભાઇ પટેલના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા તો બીજી તરફ ઝૂલતાપૂલના પીડિત પરિવારોના ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન દ્વારા જયસુખભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુન્હો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી પણ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
મહત્વનું છે કે, ઝૂલતાપૂલના સદગત મળતાત્માઓના આત્માની શાંતિ માટે ઙ્કખર રામાયણી મોરારીબાપુ દ્વારા મોરબીમાં રામકથા પણ યોજવામાં આવી હતી જેમાં કથાના સમાપન પ્રસંગે મોરારીબાપુના એક નિવેદનથી મામલો ગરમાયો હતો. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા એકતાનો પરિચય કરાવવા માટે અજંતા ઓરેવા ગ્રુપના વડીલ ઓ.આર.પટેલની પુણ્યતિથિ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન કરી એકતાનો પરિચય કરાવામાં આવ્યો હતો. અને આ ઘટનાને પણ ઝૂલતાપૂલ સાથે જોવામાં આવી હતી. આજે આ ગોઝારી ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર મામલો કોર્ટમાં છે. ત્યારે આ ઘટનામાં મળત્યુ પામનારા ૧૩૫ નિર્દોષ લોકોના પરિવાજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
