News of Wednesday, 30th October 2024
સગીરા તથા આરોપીને શોધી કાઢતી ધ્રોલ પોલીસ

જામનગર, તા., ૩૦: ધ્રોલ પોલીસસ્ટેશન કલમ ૧૩૭(ર), ૮૭ મુજબના ગુન્હાના ભોગ બનનાર સગીરા તથા આરોપી હાલ ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમ વિસ્તારમાં છે તેવી હકિકત મળતા જેથી એક ટીમ બનાવી તે વિસ્તારમાંથી આ કામેના આરોપી તથા બોગ બનનાર સગીરાને શોધી ધ્રોલ પો.સ્ટે. ખાતે લાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આરોપી પ્રવિણ ઉર્ફે પવલો સ/ઓ દિપાભાઇ સંગોડે ઉ.વ.ર૦ ધંધો મજુરી રહે. પાવ ગામ ડીસવા ફળીયુ, તા. ધાનપુર જી.દાહોદ પકડાયો છે.
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.વી.રાઠોડ તથા પો.હેડ કોન્સ. રાજેશભાઇ કે.મકવાણા તથા કલ્પેશભાઇ દામજીભાઇ કામરીયા તથા પો.હેડ. કોન્સ. લાખાભાઇ લખમણભાઇ સોઢીયા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભાઇ જાડેજા તથા પો.કોન્સ. મેહુલભાઇ સુરેશભાઇ જાદવ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
