News of Wednesday, 30th October 2024
સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિવ્યાંગોનું મિલન અને ‘‘વોકલ ફોર લોકલનું આહવાન''

જામનગર તા. ૩૦: દિવાળી પર્વ શળંખલા દેશભરમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર છે ત્યારે પ્રજ્ઞાચક્ષુઓ,દિવ્યાંગોની ઉત્સવ ઉર્મીઓને સન્માન આપવા સંસદ સભ્ય પૂનમબેન માડમએ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે તહેવાર અનુસંધાને ઉજવણીના ભાગરૂપે સૌને મીઠાઇ વિતરણ કર્યુ તેવીજ રીતે જી.જી.હોસ્પીટલમાં બાળકોના એક ખાસ વોર્ડમાં મીઠાઇ વિતરણ કર્યુ હતુ.
આ ઉજવણીના ભાગરૂપે ઓમ ટ્રેનીંગ સ્કુલમાં દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડા સહિતની વસ્તુઓ ખરીદી ‘‘વોકલ ફોર લોકલ''નું આહવાન કરી દિવ્યાંગોએ બનાવેલ વસ્તુઓ ખરીદીને તેઓના જીવનમાં ઉજવણીનો ઉજાસ પાથરવા આહવાન કર્યુ હતું.
પ્રજ્ઞાચક્ષુઓના ભીતરના અજવાળા તેમજ દિવ્યાંગોમાં ખામી સાથે ખૂબીઓના દર્શન કરવાનો આ લ્હાવો ભાવસભર રહ્યાનું પૂનમબેન માડમએ જણાવ્યુ હતું.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
