<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

જેતપુરમાં શુક્રવારે ચેમ્‍બર્સ ઓફ કોમર્સ - ડાઇંગ એન્‍ડ પ્રીન્‍ટીંગ એસો.ના સંયુકત ઉપક્રમે સ્‍નેહ મીલન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩૦ :.. શહેરની વેપારી મહાજન સંસ્‍થા ચેમ્‍બર્સ ઓફ કોમર્સ તથા ઉદ્યોગકારોની ડાઇંગ એન્‍ડ પ્રીન્‍ટીંગ એસોસીએશન દ્વારા દર વર્ષે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવી શકે તે માટે સ્‍નેહ મિલનનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં શહેરના આગેવાનો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ તથા શહેરીજનો ઉપસ્‍થિત રહેતા હોય છે. જે પરંપરા મુજબ આ વરસે પણ આગામી તા. ૧-૧૧-ર૪ શુક્રવારના રોજ સવારે ૧૦ થી ૧૧ એક કલાક સ્‍નેહ મિલનના કાર્યક્રમનું આયોજન ગર્લ્‍સ હાઇસ્‍કુલ સ્‍ટેન્‍ડ ચોક ખાતે  કરવામાં આવેલ છે. જેમાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, જશુમતીબેન કોરાટ, સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્‍થિત રહી એકબીજાને નુતન વર્ષની શુભ કામનાઓ પાઠવશે. તો આ સ્‍નેહ મિલનના કાર્યક્રમમાં તમામ શહેરીજનોને ઉપસ્‍થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્‍બર્સ પ્રમુખ છગનભાઇ પટેલ, ડાઇંગ એસો. પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયા, ચેમ્‍બર્સ સેક્રેટરી હરેશભાઇ ગઢીયા, ડાઇંગ એસો. સેક્રેટરી દીપુભાઇ જોગી, સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:56 PM IST)