<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

કેશોદ - અમદાવાદ વચ્‍ચે વિમાન સેવાનો પ્રારંભ મંગળ, ગુરૂ, શનિ ત્રણ દિવસ સેવા ઉપલબ્‍ધ

અમદાવાદથી સવારે ૧૦.૧૦ કલાકે ઉપડી ૧૦.૫૫ કલાકે કેશોદ પહોંચશે, જે કેશોદથી બપોરે ૧.૧૫ કલાકે ઉપડી ૨.૩૦ કલાકે પુનઃ અમદાવાદ પહોંચશે સોમનાથ સુધીની કોમ્‍પલીમેન્‍ટરી એરકન્‍ડીશન બસ સેવા ઉપલબ્‍ધ

(સંજય દેવાણી દ્વારા ) કેશોદ તા. ૩૦ : દેશના ખૂણેખૂણેથી સોમનાથ આવતા ભક્‍તોને દિવાળીની આકાશી ભેટ મળી છે. હવેથી હવાઈ માર્ગે સીધું અમદાવાદથી કેશોદ ઉતરી યાત્રાધામ સોમનાથ પહોંચી શકાય તેવી સેવાનો ગઈકાલ થી ઙ્કારંભ કરવામાં આવ્‍યો છે. અમદાવાદ - કેશોદ વિમાન સેવાનો સપ્તાહ મા મંગળ ગુરુ, શની એમ ત્રણ દિવસ મુસાફરોને લાભ મળશે જે અમદાવાદથી સવારે ૧૦.૧૦ કલાકે ઉપડી ૧૦.૫૫ કલાકે કેશોદ પહોંચશે જ્‍યારે કેશોદ થી બપોરે ૧.૧૫ કલાકે ઉપડી ૨.૩૦ કલાકે પુનઃ અમદાવાદ પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવાબી કાળથી કાર્યરત કેશોદ એરપોર્ટ પરથી કેશોદ- મુંબઈ રુટ ની વિમાની સેવા ઉપલબ્‍ધ હતી. જે ગઈ કાલથી કેશોદ - અમદાવાદ રૂટની ફલાઈટ શરૂ થતા લોકોએ આવકારેલ છે.

આ નવી વિમાની સેવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના સતત પ્રયત્‍નોથી શરૂ કરવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે સોમનાથ ઉપરાંત, નરસૈયાની નગરી તરીકે ઓળખાતા જુનાગઢ, સાસણ- ગીર, વિરપુર-જલારામ સહિત કેશોદ થી માત્ર ૫૦ - ૭૫ કી. મી. જેવા આસપાસના ઐતિહાસિક અને પ્રાકળતિક પર્યટક સ્‍થળો એ આવવા - જવા માટે ઝડપી અને સરળ બની જશે. રોડ માર્ગે કેશોદ થી અમદાવાદ જવા માટે લગભગ કલાક જેવો સમય પસાર થઈ જાય છે આ સ્‍થિતિ વચ્‍ચે કેશોદ ઉપરાંત નજીકના શહેરી વિસ્‍તારો ના લોકો માટે માટે બિઝનેસ, હોસ્‍પિટલ સહિતના કામો માટે ગણતરીની મિનિટોમાં અમદાવાદ પહોંચવા માટે નવી વીમાની સેવા ભારે અનુકૂળ રહેશે.

સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના સમર્થ પ્રયત્‍નથી ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્‍યાંથી નિઃશુલ્‍ક પીકઅપ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. નોંધનીય છે કે, કેશોદથી દક્ષિણે દરિયાઈ પટ્ટી પર આવેલ વેરાવળ - સોમનાથ નું માત્ર ૫૦ કિલો મીટર જેવુ અંતર છે.                             

ગુજરાત સરકારના અવિરત પ્રયાસો અને વડાપ્રધાનની અધ્‍યક્ષતામાં વિશ્વસ્‍તરીય યાત્રી સેવાના અભિગમને આત્‍મસાત કરનાર સોમનાથ ટ્રસ્‍ટના સંયુક્‍ત પ્રયત્‍નોથી સોમનાથનો પ્રવાસ વધુ લોક ભોગ્‍ય, વધુ સરળ અને સોહામણો બની રહેશે, એમ સોમનાથ ટ્રસ્‍ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત સોમનાથ ટ્રસ્‍ટ તરફથી નિઃશુલ્‍ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્‍કળષ્ટ આતિથ્‍ય અનુભવ આપવા માટે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા નિઃશુલ્‍ક પ્રવાતાનુકૂલિત પીક-અપ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફલાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફલાઈટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્‍યવસ્‍થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવશે.

(2:37 PM IST)