<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પોરબંદર દોડયું: ‘રન ફોર યુનિટી'માં ધારાસભ્‍ય, કલેકટર, એસ.પી. તથા મોટી સંખ્‍યામાં લોકો જોડાયા

ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા, કલેકટર એસ. ડી. ધાનાણી, પોલીસ વડા ભગીરથસિંહ તથા અધિકારીઓ તથા લોકો દ્વારા રાષ્‍ટ્રીય એકતાના શપથ

પોરબંદર તા. ૧૦ :..  દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડથી  રેલવે સ્‍ટેશન રોડ સુધી ‘રન ફોર યુનિટી' અંતર્ગત એકતા દોડ યોજાઈ હતી. જેમાં   ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા,  કલેક્‍ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસવડા  ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતાં.

 લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી નિમિત્તે  રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે 

દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડથી  રેલવે સ્‍ટેશન રોડ સુધી રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એકતા દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ એકતા દોડમાં પોરબંદર ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયા,જિલ્લા કલેક્‍ટર  એસ. ડી. ધાનાણી, પોલીસવડા  ભગીરથસિંહ જાડેજા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતાં. 

આ એકતા દોડ ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડ,જિલ્લા રેલ્‍વે સ્‍ટેશન સર્કલ, યુગાન્‍ડા રોડ,હાર્મની સર્કલ, તાજાવાલા વંડી, શ્રી નટવરસિંહજી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ, રેલ્‍વે સ્‍ટેશન રોડ, ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્‍ડ એ પૂર્ણ કરવામાં આવી હતી. રેલ્‍વે સ્‍ટેશન પાસે આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફૂલ હાર અર્પણ કરવામાં આવ્‍યા હતા. અને મહાનુભાવો તેમજ સહભાગીઓ દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્‍યા હતાં અને

જીલ્લા રમત ગમત અધિકારી શ્રી પ્રવિણાબેન પાંડાવદરાએ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યા બાદ પુષ્‍પગુચ્‍છથી આવકાર્યા હતા.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જ્‍યંતિ નિમિત્તે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું.અને નાગરિકોને એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ આપ્‍યો હતો.

(2:32 PM IST)