<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પોરબંદરના પુંજા ગોરાણિયાને ગોવા ટ્રાયથલોનમાં ૩ મેડલઃ વર્લ્‍ડ ચેમ્‍પીયનશીપ માટે કવોલીફાઇ

પોરબંદર,તો ૩૦: ગોરાણાના રમતવીર પુંજા ગોરાણિયાએ ગોવા ખાતે આયર્નમેન ટ્રાયથલોન પૂર્ણ કરી ૩ મેડલો મેળવવા તેઓ  વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપ માટે ક્‍વોલિફાય થઇ ગયેલ છે. પુંજા ગોરાણિયાએ ટ્રાયથલોનમાં ૧૯૦૦ મિટર સ્‍વીમીંગ, ૯૦ કિમી સાયકલિંગ અને ૨૧ કિમી રનિંગ પૂર્ણ કર્યું છે.

ગોવા ખાતે યોજાયેલ હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં પોરબંદર નજીકના ગોરાણા ગામના યુવાન પુંજા ગોરાણીયાએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લઈ ૧૯૦૦ મીટર સ્‍વીમીંગ, ૯૦ કિમી સાયકલિંગ અને ૨૧ કિમી રનિંગ આ ત્રણેય રેશ ૫ કલાક ૩૩ મિનિટ અને ૨૧ સેકન્‍ડમાં પૂર્ણ કરી સમગ્ર પોરબંદર વિસ્‍તારનું ગૌરવ વધાર્યું તે બદલ નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ અને જેસીઆઈ પોરબંદરના સ્‍થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયાએ અભિનંદન આપી વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપમાં ઉત્‍કળષ્ઠ પરિણામ માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી. પુંજાને આ સ્‍પર્ધા માટે મનન હોસ્‍પિટલના ડો. નીતિન લાલ દ્વારા સ્‍પોન્‍સરશિપ પુરી પાડવામાં આવી હતી.

ગોવા ખાતે હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં પુંજા ગોરાણીયાએ જેવી સ્‍વિમિંગની શરૂઆત કરી તે દરમિયાન જેલીફિશ નામની માછલીએ પગમાં જોરદાર ડંખ માર્યો છતાં પુંજાએ હિંમત હાર્યા વગર પોતાના દ્રઢ મનોબળ સાથે રેશ ચાલુ રાખી અને અંતે ગૌરવભેર સ્‍પર્ધા પૂર્ણ કરી લાખણશીભાઇ ગોરાણીયાના ભાઈ એક સામાન્‍ય ખેડૂત પરિવારનો આ યુવાન આયર્નમેન વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપ માટે ક્‍વોલિફાય થતા પોરબંદરનું ગૌરવ વધ્‍યું છે.

(2:42 PM IST)