News of Wednesday, 30th October 2024
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 10થી વધુ દેશોની ચલણી નોટોમાંથી બનેલા વાઘા અર્પણ : 500 ગ્રામ સોનાનો હાર અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું
અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘાનો શૃંગાર : ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

રાજકોટ તા.૩૦ : દિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આ પર્વ નિમિત્તે મઘમઘી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.
આજે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયાં છે. આ સિવાય હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
