News of Wednesday, 30th October 2024
લીલીયાના ગુંદરણમાં બિમારીથી કંટાળી રેખાબેન ચોહાણે જિંદગીથી છેડો ફાડયો
ડાયાબીટીસ સહિતની બિમારી કારણભુતઃ ચાર સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૩૦: અમરેલીના લીલીયા તાબેના ગુંદરણ ગામે રહેતાં રેખાબેન જગદીશભાઇ ચોહાણ (ઉ.વ.૪૦) નામના મહિલાએ ચાર દિવસ પહેલા ઘરે એસિડ પી લેતાં દામનગર, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
રેખાબેને ગત છવ્વીસમી તારીખે સાંજે ચારેક વાગ્યે ઘરે કોઇ નહોતું ત્યારે એસિડ પી લીધુ હતું. બાદમાં તેમના પરિવારજન આવતાં બનાવની જાણ થતાં હોસ્પિટલમાં ખસેડયા હતાં. દામનગર, અમરેલી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હોઇ અહિ મૃત્યુ થતાંહોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ લીલીયા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર રેખાબેનના પતિ છુટક મજૂરી કરે છે. તેણીના મોતથી ત્રણ દિકરી, એક દિકરો મળી ચાર સંતાન મા વિહોણા થઇ ગયા હતાં. ડાયાબીટીસની બિમારી લાંબા સમયથી હોઇ આ કારણે પગનું ઓપરેશન પણ કરાવવું પડયું હતું. કંટાળીને આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
