<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભાવનગરમાં અગાઉ ભેળવેલા ગામોનો કરોડોનો ડ્રેનેજ પ્રોજેકટ મામલે કમિશ્નરે 8 અધિકારીઓને ચાર્જશીટ ફટકારી

નવા ભળેલા સીદસર, તરસમિયા, રુવા સહિત ગામમાં 41 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેકટ કરવામાં આવેલ જેનું 2 વર્ષ કામ પૂરું થતા પાણી ચાલુ કરવામાં આવતા પાણી રન થયેલ જ નહીં

ભાવનગરમાં અગાઉ ભેળવેલા ગામોનો કરોડોનો ડ્રેનેજ પ્રોજેકટ મામલે કમિશ્નરે  8 અધિકારીઓને ચાર્જશીટ ફટકારી છે. મનપામાં ભળેલા ગામોને ભેળવતી વખતે 100 ટકા પ્રાથમિક સુવિધાઓની ખાત્રી આપવામાં આવી હતી અને 20 ટકા ટેક્સ વસુલવામાં આવ્યો હતો. 

     નવા ભળેલા સીદસર, તરસમિયા, રુવા સહિત ગામમાં 41 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેકટ કરવામાં આવેલ જેનું 2 વર્ષ કામ પૂરું થતા પાણી ચાલુ કરવામાં આવતા પાણી રન થયેલ જ નહીં સમગ્ર પ્રોજેકટમાં લેવલિંગ ના હોવાથી પાણી રન થયેલ નહી. કરોડો રૂપિયાનો પ્રોજકટ લાખો રૂપિયાના પગાર લિધા પછી લેવલિંગ વગર આખો પ્રોજેકટ પૂરો થતાં ફરિયાદ ના આધારે પગલાં લેવાયા છે. ઘોર બેદરકારીને લઈને કમિશ્નરે 10 કર્મચારીઓ અધિકારીને નોટિસ આપી છે. જેમાંથી બે અધિકારીઓ તો નિવૃત થઈ ગયા છે જ્યારે 8 વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવેલ છે

(9:44 PM IST)