News of Wednesday, 30th October 2024
સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેનના ધોલા સ્ટેશન ખાતે વધારાના સ્ટોપેજ શરૂ : નિમુબેન હસ્તે શુભારંભ
ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો તેમજ ધોળાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ભાવનગર : રેલ્વે મંત્રાલયના આદેશ પ્રમાણે 30મી ઓક્ટોબર, 2024થી ટ્રેન નંબર 20965 સાબરમતી-ભાવનગર દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનું સ્ટોપેજ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ધોલા સ્ટેશન પર શરૂ થયું છે. ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા દ્વારા ધારાસભ્ય-ગઢડા શંભુપ્રસાદજી ટુંડિયાની હાજરીમાં ધોલા સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને વધારાના સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યુ.હતું
અત્યારે ભાવનગરથી ગાંધીગ્રામ સુધી ચાલતી ટ્રેન નંબર 20966 ભાવનગર-સાબરમતી દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનો ધોલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 6.50/6.51 વાગ્યાનો રહેશે. એવી જ રીતે, ગાંધીગ્રામથી ભાવનગર સુધી ચાલતી ટ્રેન નંબર 20965 સાબરમતી-ભાવનગર દૈનિક ઇન્ટરસિટી ટ્રેનનો ધોલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 19.45/19.46 કલાકનો રહેશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ધોળાના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો તેમજ ધોળાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં હાજર લોકોએ સ્ટોપેજ મળવા બદલ રેલવે પ્રશાસન અને તેમના સાંસદ અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
