News of Thursday, 31st October 2024
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે.સી.સંપટ અને એસ.પી. ગીરીશકુમાર પંડયા દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ સાથે દિવાળીની ઉજવણી

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે સી સંપટ અને જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહીલાઓ સાથે ફટાકડા ફોડી એમનું મો મીઠું કરાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ દ્વારા કલેકટર અને એસપીનું ઢોલનગારા સાથે ફુલોનો વર્ષા કરીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુંદર મજાની રંગોળી બનાવી કુમકુમ તિલક કરીને બ્લાઇન્ડ મહીલાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સંસ્થાનાં સંચાલન કરતાં મુકતાબેન ડગલી અને પંકજભાઇ ડગલીએ આવું કાર્ય કરવા બદલ બંને અધીકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રથમવાર આવી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ -વઢવાણ)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
