<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

નરેન્‍દ્રભાઇએ ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયાનાં સુપુત્રને લગ્ન પ્રસંગે આશિર્વાદ પાઠવ્‍યા

અમરેલી : દુધાળાના વતની અને સુરત હરિકૃષ્‍ણ એક્ષ્પોર્ટ કંપનીના માલીક પદ્મશ્રી  સવજીભાઇ ધોળકીયા અને ગૌરીબેન ધોળકીયાના પુત્ર દ્રવ્‍ય ધોળકીયાના લગ્ન તા. ર૮-૧૦-ર૦ર૪ ના રોજ દુધાળા હવેલી ખાતે યોજાયા હતાં. જેમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, કેન્‍દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજયસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકીયા, પૂ. રમેશભાઇ ઓઝા ભાઇશ્રી, પૂ. મોરારીબાપુ સહિતના કથાકારો અને અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના પુત્ર દ્રવ્‍ય અને પુત્રવધુ જાન્‍હવીને આર્શીવચન અને શુભેચ્‍છા પાઠવી હતી. તેમ મનોજ જોષીની યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(2:23 PM IST)