News of Thursday, 31st October 2024
મોરબીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ માહિતી કચેરીના કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ભારતની એકતા અને અખંડિતતા જાળવવા મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, નાયબ કલેકટર દુદકીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ તેમજ કચેરીના માહિતી મદદનીશ જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, બી.વી.ફૂલતરીયા, પ્રવીણ સનાળીયા, આનંદ ગઢવી, જય રાજપરા, જયેશ વ્યાસ, કિશોરપરી ગોસ્વામી અને અજય મુછડીયા હાજર રહ્યા હતા.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
