<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અભાવો વચ્ચે જીવતા જરૂરિયાતમંદ બાળકોની દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી કરી

આશરે 3000 જેટલા બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ મીઠાઈ સાથે ભરપેટ ભોજન કરાવીને દિવાળીનો સાચો મર્મ દિપાવ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :માણસના ભીતરમાં રહેલા અંધકારને દૂર કરીને તેજોમય પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી. ખરેખર બીજાના જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી આશાઓ, ઉમગનો રંગ ભરી દેવો એ જ આ દિવાળીની સાચી ઉજવણી છે. આવી જ ભાવના સાથે દરેક તહેવારોની આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ મીઠાઈ સાથેનું ભોજન કરાવીને દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.


 

(9:32 PM IST)