<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે “શાંતિ હવન” યોજાયો.

ઝૂલતો પુલ પાસે શાંતિ હવન યોજાયો હતો જેમાં મૃતકોના પરિવારજનોએ આહુતિ આપી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ૩૦ ઓક્ટોબર ૨૦૨૨, રવિવારની એ સાંજ જયારે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ તૂટી પડતા કરુણાંતિકા સર્જાઈ હતી ઝુલતા પુલ પર ફરવા ગયેલ માસૂમ બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે દુર્ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થતા મૃતકોના આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના સામાજિક કાર્યકરો જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઈ, મુછ્ડીયા વાલજીભાઈ ધનજીભાઈ અને મુસાભાઈ બલોચ સહિતનાઓ દ્વારા આજે ઝૂલતો પુલ દુર્ઘટનાના બે વર્ષ પૂર્ણ થયાના અવસરે દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ઝૂલતો પુલ પાસે શાંતિ હવન યોજાયો હતો જેમાં મૃતકોના પરિવારજનોએ આહુતિ આપી હતી જે પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા હવનમાં આહુતિ આપતી વેળાએ સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા અને દુર્ઘટનાને બે વર્ષ વીત્યા છતાં આજે એ ક્ષણો ફરી તાજા થઇ હતી.



 

(9:36 PM IST)