<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ભાવનગર પંથકમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ હત્યાના બનાવતી હાહાકાર

ભાવનગર જિલ્લામાં દિવાળીના પર્વ પર જ હત્યાના ત્રણ બનાવ બન્યા છે. એક તરફ ગઈકાલે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લામાં ત્રણ-ત્રણ હત્યાના બનાવ બન્યા છે. 

ભાવનગર પોલીસના સૂત્રોના કહેવા મુજબ બે હત્યા શહેરમાં જ્યારે એક હત્યા ધોઘા તાલુકામાં બની હતી, 

ભાવનગરના એરપોર્ટ રોડ પર ફરદીન ઉર્ફે રાવણાની અને યોગી નગર સોમનાથ રેસીડેન્સીમાં શિવરાજભાઈ લાખાણીની હત્યા થઈ છે જ્યારે ભાવનગર જિલ્લાના  ઘોઘા તાલુકાના હાથબ ગામે બુધાભાઈ બારૈયાની હત્યા કરવામા આવી હતી. 

દિવાળીની એક જ રાત્રે ત્રણ ત્રણ હત્યાથી પોલીસ પણ દોડતી થઈ હતી. હાલ હત્યાના કારણો સામે આવ્યા નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ફટાકટા ફોડવાની ના પડતા આધેડની હત્યા

ભાવનગરમાં બુઘાભાઈ બારૈયા નામના આધેડ ઘર પાસે ફટાકડા ફોડતી વખતે ગાળો ન બોલવાનું કહેતા તેના ઉપર પર ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.અન્ય બે વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી

અન્ય એક બનાવમાં શિવરાજભાઈ લાખાણી પોતાના વ્હીકલ પર જઈ રહ્યા હતા તે દરમિયાન ફટાકડા ફોડતા શખ્સોને દૂર જવાનું કહેતા બોલાચાલી થઈ હતી જેમાં કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કરતા શિવરાજભાઈ લાખાણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

જ્યારે ફરદીન ઉર્ફે રાવણાંની બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી જે બાદ બંને શખ્સોએ પાઈપ અને છરી વડે ફરદીન પર તુટી પડતા  તેનું મોત થયું હતું. 

(4:47 PM IST)