<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ભાવનગરમાં દિવાળીની રાત્રે હત્યાના ત્રણ બનાવોથી ખળભળાટ

ઘોઘારોડ બાલ યોગીનગર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ઉસકેરાયેલા વ્યક્તિઓએ ડો. શિવરાજ ખાચરની હત્યા કરી: પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર: દિવાળીની મોડી રાત્રે ભાવનગર શહેરમાં હત્યાના બે બનાવો અને નજીકના હાથબ ગામે હત્યાનો એક બનાવ સહિત જિલ્લામાં એક જ રાત્રે હત્યાના ત્રણ- ત્રણ બનાવો બનવા પામ્યા છે. ભાવનગર શહેરના ઘોઘારોડ બાલ યોગીનગર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ઉસકેરાયેલા શખ્સો એ ડો. શિવરાજ ખાચરની હત્યા કરી અને ડોક્ટરના પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો . જ્યારે શહેરના બાર્ટનલાઇબેરી નજીક ફરહિન ઉર્ફે રાવણા ની એક મહિલા સહિત ત્રણ શખ્સોએ હત્યા કરી નાખી હતી. જ્યારે હાથબ ગામે પણ ફટાકડા ફોડવાની બાબતે યુવાન ની ઘાતકી હત્યાનો બનાવ બનવા પામ્યો છે.

ભાવનગરમાં દિવાળીની મોડી રાત્રે  ખુન ના ત્રણ- ત્રણ બનાવો બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

ખૂનના  પ્રથમ બનાવ માં ભાવનગર શહેરના ઘોઘારોડ બાલયોગીનગર પાસે ગઈ મોડી રાત્રે ડો. શિવરાજભાઈ લગધીરભાઈ ખાચર (ઊં.વ.59) ઉપર ફટાકડા ફોડી રહેલા ભાવિન તથા અન્ય શખ્સોને થોડીવાર ફટાકડા નહીં ફોડવાનું કહેતા આ શખ્સોએ ઝઘડો કરી પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા ડો. શિવરાજભાઈ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું .જ્યારે આરોપીએ ડો.શિવરાજ ના પુત્ર કહાન ઉપર પણ હિચકારો હુમલો કરતા તેને લોહિયાર હાલતે ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ છે. જ્યાં તેની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક ડો. શિવરાજભાઈ શિરડી જનાર હોય તેઓ ગાડીમાં પેટ્રોલ પુરાવા જતા હતા .ત્યારે રસ્તામાં ફટાકડા ફોડતા હોય તેઓને ટપારતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને પિતા- પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ખૂન નો બીજો બનાવ 

ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે બનેલા સત્યના બીજા બનાવમાં શહેરના ખારગેટ, કાજીવાડ ,ખાન મંજિલ સામે રહેતા ફરહીન ઉર્ફે રાવણો મુનાફ ભાઈ કુરેશી (ઊં.વ.૨૪) ગઈ મોડી રાત્રે શહેરના બાર્ટન લાઇબ્રેરી નજીકના ગજ્જરચોક પાસે થી પસાર થતો હતો ત્યારે યુનુસભાઈ મહંમદ  ઝકરિયા શેખ, ફરીદાબેન મહંમદ ઝકરિયા શેખ તથા એયાન ફારુક શેખએ એકસંપ થઈ છરી અને 

લોખંડના પાઇપ પડે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દિવાળી ની રાત્રિના ૧૨ કલાકે બનેલા આ બનાવથી પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અલબાજ મુનાફભાઈ કુરેશી એ ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની હત્યા અંગે કંસારા શેરી લીમડીવાળી સડક પાસે રહેતા ફરીદાબેન મહમદ ઝકરીયા શેખ, ફરીદાબેન નો ભાઈ યુનુસ મહંમદ ઝકરિયા શેખ તથા અમન ફારુક શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મોડી રાત્રે જ યુનુસ અને અમન ને ઝડપી લીધો હતો. આ બનાવ ના કારણ માં મરણ જનાર ફરદિન ને આરોપી યુનુસ ની પત્ની સાથે અગાઉ પ્રેમ સંબંધો હતા. તે અંગે અગાઉ ઝઘડો થયો હતો તેની દાઝ રાખી આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

ખૂન નો ત્રીજો બનાવ 

દિવાળી ના પર્વની મોડી રાત્રે હત્યાના વધુ એક બનાવમાં ઘોઘા તાલુકાના હાથબ ગામે પોતાના ઘર ખાતે ફટાકડા ફોડી ગાળો બોલતા  શખ્સો ને ટપાટતા બુધાભાઈ રામજીભાઈ બારૈયા ઊં.વ. 45 ઉપર આ ચાર શખ્સોએ ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા તેને લોહિયાળ હાલતે ભાવનગરની સર.ટી .હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ .જયાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોસ્વામી તપાસ ચલાવી રહ્યા છે. ખૂન ના  આ બનાવોથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

(12:47 PM IST)