News of Saturday, 2nd November 2024
જય મહાદેવ..... સોમનાથ મહાદેવના સાનિધ્યમાં, નૂતન વર્ષની પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ

સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે
સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૮૧ ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી કે જેમનો અર્થ જ કલ્યાણ થાય છે તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.
સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓ શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે. સાથે સરહદો ઉપર તહેવારો છોડ્યાને ફરજ બજાવી રહેલ જવાનો. ડોક્ટરો, પોલીસ સહિતના પ્રજાના સેવકો અને રક્ષકો માટે ભાવિકો મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
