<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

મોરબીના ટીંબડી નજીકથી 108 બોટલ દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ, 1.65 લાખથી વધુનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબી :મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષાને ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા રીક્ષા મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે રીક્ષાનો કબજેદાર ત્યાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષા નંબર જીજે 3 બીટી 1299 ને ચેક કરવામાં આવી હતી દરમિયાન તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા 65,448 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં રિક્ષાના કબજેદાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે

(5:30 PM IST)