<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ગીર સોમનાથના કોડીનારના મુળ દ્વારકા ગામે દારુના અડ્ડા પર જનતા રેડ: મોટી માત્રામાં દારુ ઝડપાયો હોવાનો દાવો

સતત બે દિવસ જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દારુ ઝડપાયાનો દાવો

અમદાવાદ : રાજ્યમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડીનારના મુળ દ્વારકા ગામે દારુના અડ્ડા પર જનતા રેડ પડી હતી. જ્યાં ગામની મહિલાઓએ દારુના અડ્ડા પર રેડ પાડી દારુ જપ્ત કર્યો હતો. સતત બે દિવસ જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દારુ ઝડપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગામમાંથી દારુની બદી દૂર કરવા મહિલાઓએ તંત્રને પત્ર પણ લખ્યો છે. ગામમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનો મહિલાઓનો દાવો છે. જો સત્વરે કાર્યવાહી નહીં કરાય તો આકરા પગલાં લેવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. ગામમાં કે ગામની સીમમાં પણ દારુ ન આવવો જોઈએ તેવી મહિલાઓની માગ છે.

(6:57 PM IST)