<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ખોડલધામ મંદિરે જતાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે ખાસ સુવિધા શરૂ કરાઈ

મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા સાથે એક્સેલેટર સીડીની પણ વ્યવસ્થા

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 

  પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો માતાના દર્શન કરવા ઉમટ્યાં હતા, ભક્તોએ માતાને શિશ ઝૂકાવી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. જ્યારે ખોડલધામ મંદિર ખાતે આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા કરી છે. 

   ખોડલધામના પૂજારીએ કહ્યું કે, જો લોકો ચાલી શક્તા નથી તેમની માટે એક્સેલેટર સીડીની પણ વ્યવસ્થા કરાઈ છે. રોજ માતાજીને ધજા ચડાવવામા આવે છે, આ સાથે યજ્ઞ કરવો અને માતાજીને વાધા અર્પણ કરવામાં આવે છે.

ખોડલધામ કેમ્પસ હેડનું કહેવું છે કે, તહેવાર ટાણે ખોડલધામ મંદિર ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. પાર્કિંગ, ભોગનાલય, મંદિર પરિસર સહિતની જગ્યાએ નિરક્ષણ માટે 500થી વધુ સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.


 

(10:00 PM IST)