<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

રાત્રે રાજકોટ- જૂનાગઢ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ : ગીર ફરવા જનારા અનેક લોકો ફસાયા :જુઓ વિડીયો

જેતપુરથી ગોમટા વચ્ચે પાંચથી સાત કિલોમીટર સુધી વાહનોની કતાર :લોકોમાં ભારે રોષ

રાજકોટ : આજે મોડીરાત્રે રાજકોટ જૂનાગઢ હાઇવે પર ભારે ટટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ગીર ફરવા જનારા લોકોના વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેતપુર નજીક ગોમટા પાસે અંદાજે પાંચથી સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે , 

વાહનવ્યવહાર અત્યંત ઠપ્પ થયો છે અથવા સાવ ધીમી ગતિએ આગળ વધતો હોવાથી મુસાફરો ભારે પરેશાન થયા છે, 

હાઇવે ઓથોરિટી શું માત્ર ટેક્સ વસુલાત જ કરશે ? એવા સવાલ સાથે ઓથોરિટી સામે રોષ ફેલાયો છે, ટોલટેક્સ વસુલતા હોય ત્યારે વાહન વ્યવહાર કે ટ્રાફિક પ્રત્યે નિષ્કાળજી દાખવતા તંત્ર સામે વાહનચાલકોમાં કચવાટની લાગણી ફેલાઈ છે 

(4:25 PM IST)