<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

જામનગરમાં કૈલાશ હોટલમાં રૂમ ભાડે રાખીને ઓનલાઇન ઠગાઈ કરનાર આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઈમ અને એસ.ઓ.જી.શાખા જામનગરનું સંયુક્ત ઓપરેશન

જામનગર :પોલીસ મહાનિરીક્ષક સજકોટ વિભાગ, રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગતા ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાન તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપતા રહે છે, 

  જે અનુસંધાને પોલીસ અધીક્ષકપ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન ઝાલા જામનગર શહેર વિભાગનાઓના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઇએ. ઘાસુરા અને એસ.ઓ.જી શાખાના પો.ઈન્સ બી.એન.ચોધરી નાઓ દ્વારા જરૂરી સૂચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના સભ્યો જામનગર ખાતે રહી ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલ નાણા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફરથી સગેવગે કરી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરી રહેલ હોય જે ઓનલાઈન ફાઈનાન્સિયલ ફ્રોડ અંગેના સાયબર ક્રાઇમને વેગ આપતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના થયેલ હોય, જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ ફુલદિપસિંહ વિ. જાડેજા અને એસ.ઓ.જી શાખા જામનગરના પો.કોન્સ. પ્રલભદ્રસિંહ એમ. જાડેજા નાઓને સયુક્ત રીતે બાતમી મળેલ કે, જામનગર ઓસવાળ હોસ્પિટલની પાસે આવેલ કૈલાસ હોટેલના રૂમ નંબર ૨૦૯ માં ત્રણ અજાણ્યા ઇસમો પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરી ગે.કા આર્થિક વ્યવહારો કરી રહ્યા છે. જે બાતમી હકીકત આધારે સંયુક્ત રીતે પોસબ ઈન્સ. એચકે જાલા નાઓએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલ અને કમીશનથી મેળવેલ અન્ય વ્યકિતઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગે.કા. ચાલતી ઓનલાઈન ગેમીંગના નાણા પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને ટ્રાન્સફર કરી Ņગે વગે કરતા હોય જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. 

   પકડાયેલ આરોપીઓના નામ:- ૧) રાહુલ હિરાભાઈ નારોલા ઉ.વ.૧૯ રહે વરાછા સુરત મુળ રહે.ગામ ધમનગર તા.લાઠી જિ.અમરેલી બંગાળ ૨) એમ.ડી બાદશા સ/ઓ એમડી. નાસિર ઉ.વ.૨૮ રહે.સીટી-બેન્ડેલ હુગલી રાજ્ય-પશ્ચિમ ૩) અવિનાશ પ્રસાદ સ/ઓ ઓમપ્રકાશ મહતો ઉ.વ.૩૮ રહે.બડગામ જિ રામગઢ રાજ્ય.ઝારખંડ ૪) તુષાર ઘેટીયા ઉ.વ.૩૦ રહે. કૃષ્ણનગર જામનગર

 આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ અલગ અલગ બેંક એકાઉન્ટસની ચેકબુક નંગ -૩, અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ નંગ ૮, લેપટોપ-૧, ટેબલેટ ૧, મોબાઈલ ફોન નંગ- ૬ છુટક રહેલ સીમકાર્ડ-૩જાપત કરેલ છે

(11:07 PM IST)