News of Monday, 4th November 2024
જૂનાગઢ ચીતાખાના ચોક નજીક રઝવી બજારમાં તસ્કરોનો તરખાટ : એકસાથે છ થી સાત દુકાનોના તાળા તૂટ્યા :ઘટના CCTV માં કેદ
એકસાથે આટલી બધી દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ : સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ

જુનાગઢ ચિતા ખાના ચોક નજીક રઝવી બજારમાં છ થી સાત દુકાનોમાં તાળા તૂટિયા ની ઘટના બની હતી. મોડી રાત્રે બજારમાં આવેલી દુકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવેલો હતો.તો ચોર દ્વારા દુકાનોમાં રહેલ સામાન વેરવિખેર કરી મોબાઇલની ચોરી કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી . તસ્કરોએ એક સાથે આટલી બધી દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે બીજીતરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
