News of Tuesday, 5th November 2024
મોરબીના સિરામિક વેપારી સાથે ૧૩.૬૦ કરોડની છેતરપિંડી :કરનાર આરોપીને SOG ટીમ દ્વારા કચ્છ થી દબોચી લેવાયો
મોરબી સબજેલમાંથી પેરોલ મેળવી ફરી હાજર થવાના બદલે આરોપી ડૉ.વસંત ભોજવિયા ફરાર થઈ ગયો

મોરબીમાં દાંતના ડોક્ટર તરીકે ક્લિનિક ધરાવતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ડૉ .વસંત કેશવજી ભોજાવિયા એ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને પોતે કલેકટર બની ગયો છે અને ૮૦૦ થી ૧૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ અપાવી દેવાની લાલચ અને મોરબીના વેપારીને વિશ્વાસમાં લેવા માટે અશોક સ્તંભ વાળા નકલી પેપર બનાવી તેમજ ૩૮૦ કરોડનો નકલી ડિમાન્ડ ડ્રાફ્ટ બતાવી મોરબીના સિરામિક વેપારી સાથે રૂપિયા ૧૩.૬૦ કરોડ ની છેતરપિંડી આચરી હતી જે ગુનામાં પોલીસે જે તે સમયે ડૉ.વસંત ભોજવિયા અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
દરમિયાન ડો.વસંત ભોજવિયા એ કોર્ટ માંથી વચગાળાના જામીન મેળવ્યા હતા અને તેને પરત તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબજેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી ડૉ.વસંત ભોજવિયા એ હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો અને જે ફરાર આરોપી હાલ કચ્છમાં હોવાની મોરબી SOG ટીમને બાતમી મળતા SOG ટીમે વોચ ગોઠવી આરોપી વસંત ભોજવિયા ને ઝડપી પાડ્યો હતો તેમજ આરોપીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં મોરબી SOG પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ કે.આર કેસરિયા, એએસઆઇ ફારૂકભાઈ પટેલ,રસિકભાઈ કડીવાર,કિશોર દાન ગઢવી,મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજિયા,જુવાનસિંહ રાણા,શેખાભાઈ મોરી, મનસુખભાઈ દેગામડીયા, માણસુરભાઈ ડાંગર,આશિફભાઈ રાઉમાં,કમલેશ ખાંભલિયા,સમંતભાઈ છુછીયા અને અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
