News of Tuesday, 5th November 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત
મુખ્યમંત્રી સાવરકુંડલાની નાવલી નદી પર નિર્મિત થનાર રિવરફ્રન્ટ સહિતના રુ.૧૨૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમરેલી તા.૫ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે આગમન થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી સાવરકુંડલાની નાવલી નદી અંદાજે રુ.૨૫ કરોડના ખર્ચે નિર્મિત થનાર રિવરફ્રન્ટ સહિતના રુ.૧૨૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના મહાનુભાવોએ ઉમળકાભેર આવકાર્યા હતા.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
