<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા SMC ના PSI જે.એમ.પઠાણનું અકસ્માતમાં અવસાન

અકસ્માતમાં બે પોલીસકર્મીઓને ઈજા:દારૂ ભરેલી કારને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ

સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની જાણ થતાં SMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને  બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે રોડ બ્લોક કરીને કારને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર  અને ટ્રેલર રોકાયું નહોતું, બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. 

SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી કારને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. આ વચ્ચે દારૂ ભરેલી કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.

 

ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે  દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આદરી છે. 

(2:35 PM IST)