<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

ટંકારાના લખધીરગઢ રોડ પર ઓરડીમાં રહીને કામ કરતા વીકીકુમાર ગૌણનો ગળેફાંસો ખાઈને આપઘાત

મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ

 ટંકારા તા.૫ : લખધીરગઢ રોડ પર આવેલ કારખાનાની ઓરડીમાં ૨૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ જય બાલાજી પોલીપેક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા વીકીકુમાર શિવાકુમાર ગૌણ (ઉ.વ.૨૫) વાળાએ તા. ૦૪ ના રોજ સવારના સુમારે કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

(6:20 PM IST)