<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

અમરેલીના ખાંભાના ગીદરડી ગામે પશુ ચરાવતા માલધારી યુવાન પર સિંહે કર્યો હુમલો : કમર અને હાથના ભાગે ઈજા

સિંહે એક વાછરડાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો :માલધારી યુવાન પોતાના પશુને બચાવવા જતા સિંહે હુમલો કર્યો

અમરેલી જિલ્લાના ખાંભાના ગીદરડી ગામે, પશુ ચરાવતા માલધારી યુવાન પર સિંહે હુમલો કર્યો છે. સિંહે એક વાછરડાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ સિંહે યુવાન પર પણ હુમલો કર્યો હતો. માલધારી યુવાન પોતાના પશુને બચાવવા જતા સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. માલધારી યુવકને સિંહના હુમલાથી કમર અને હાથના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થ સૌ પ્રથમ ખાંભા અને ત્યાર બાદ અમરેલી ખસેડાયો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા, ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.

(6:18 PM IST)