<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

હાઈવે પર ત્રણ મિત્રો બાઈક લઈને રોડની સાઈડમાં ઉભા હતા: ટ્રક ચાલકે ઠોકર મારતા એક મિત્રનું મોત

સુલ્તાનપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી:હાઈવે પર ત્રણ મિત્રો બાઈક લઈને રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારતા એક મિત્રનું મોત થયું હતું જે બનાવ મામલે સુલ્તાનપુર પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

 મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોંડલ વાડીએ રહીને મજુરી કરતા અંતરસિંહ ભેરલા ડાવર નામના યુવાને ટ્રક જીજે ૩૭ ટી ૫૨૪૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી નીકળતા ફરિયાદી અંતરસિંહ, તેના સગા જીતેશભાઈ અને મિત્ર મહોબતભાઈ ગુમાનભાઈ દેદિયા ત્રણેય બાઈક એમપી ૬૯ ઝેડએ ૬૫૦૪ લઈને રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ફરિયાદીના મિત્ર મહોબત દેદિયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ટ્રક ચાલક નાસી ગયો હતો સુલ્તાનપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:53 PM IST)