<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

સવારે ઠંડક શરૂ બપોરે ગરમી યથાવત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ માહોલ

રાજકોટ, તા. ૬ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રિના અને સવારે ઠંડક શરૂ થઇ ગઇ છે જયારે બપોરે ગરમી યથાવત છે.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર :  શિયાળાનું આગમન જો કે દિવાળી પૂર્વે જ થઇ જવુ જોઇએ પણ આ વખતે મોડુ થઇ રહ્યું છે જેમ ચોમાસાના વરસાદ માટે આપણાસ્ત્રોતો બંગાળની ખાડી અનેઅરબ સાગર છે તેમ શિયાળાની જમાવટ માટેનો મુખ્‍યસ્ત્રોત છે. જમ્‍મુ કાશ્‍મીર પર આવતા-પસાર થતા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હજુસુધી મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો અભાવ રહ્યો હોઇ, ઠંડીનું આગમન મોડું થયું છે. હાલ શિયાળાનું દબાણના પગલે આગમન શરૂ થયું છે. મોડી રાત્રે અને સવારે જ શિયાળો તેનો પ્રભાવ પાથશી શકવા જેટલો સક્ષમ બન્‍યો છે. મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ -ડબલ્‍યુ ડી પસાર થયે તે કાશ્‍મીર સહિત ઉત્તરના રાજયો દિલ્‍હી-પંજાબ વગેરેમાં સ્‍નો-ફલો વરસાવ્‍યે ઠંડુગાર વાતાવરણ કરી દે છે. અને ઉતરના પવનો રાજસ્‍થાન થઇ ગુજરાત સુધી વહેતા હોય છે. જે શિયાળા ને કાતિલ બનાવે છે. આ સીઝને બલ વાર્ષિક ક્રમ છે.

શિયાળો હજુ સંપૂર્ણ છવાયો નથી. બપોર સમયે પંખાઓના ચકરડાઓ હજુએ ધુમી રહ્યા છે. જો કે વહેલી સવારે ધુમ્‍મસ આચ્‍છાદિત ધૂંધળુ પણ આહલાદક વાતાવરણ મોર્નિગવોકમાં નીકળનારાઓ માટે અનુકુળ બની રહ્યું છે.

(11:11 AM IST)