News of Wednesday, 6th November 2024
પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતનમાં પૂ. રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં દિપોત્સવ પર્વની ઉજવણી
શ્રી હરિ મંદિરમાં વિવિધ મનોરથ, પૂજન, અર્ચન, દિપદાન, શ્રી લક્ષ્મીજીનું પૂજન સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાયા

(વિનુ જોશી દ્વારા) પોરબંદર તા. ૬: પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિપાવલીનું પર્વ અને નૂતનવર્ષ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યું હતું.
ધનતેરસે શ્રીલક્ષ્મીજીની પૂજા
તા. ૨૯-૧૦-૨૦૨૪, મંગળવારનારોજ ધનતેરસના દિવસે શ્રીહરિ મંદિરમાં સાંજે ૫:૩૦થી ૬:૩૦ દરમિયાન દીપાવલી ઉત્સવના મનોરથી દ્વારા શ્રીલક્ષ્મીજીનું શાષાોક્ત વિધિપૂર્વક ષોડશોપચાર પૂજા સંપન્ન કરવામાં આવી. લક્ષ્મીપૂજન બાદ ૬-૩૦ થી ૭-૦૦ દીપદાન વિધિ સંપન્ન કરવામાં આવી હતી
રૂપચતુર્દશીના દિવસે હનુમાનજીની એવં સૌમ્ય ભૈરવજીની પૂજા
તા. ૩૦-૧૦-૨૦૨૪, બુધવારનારોજ રૂપચતુર્દશીના દિવસે પ્રાતઃ ૮-૦૦થી ૯-૦૦ દરમ્યાન સાંદીપનિ પરિસરમાં આવેલા સૌમ્ય ભૈરવજીને અભિષેકવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે શ્રીહરિ મંદિરમાં સાંજે મનોરથી પરિવાર દ્વારા શ્રીહનુમાનજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ૬-૩૦ થી ૭-૦૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી, મનોરથી પરિવાર તથા ઉપસ્થિત ભક્તોદ્વારા દીપદાન વિધિ કરવામાં આવી તેમજ સાયં આરતી બાદ સૌમ્ય ભૈરવજીના મંદિરે પૂજ્ય ભાઈશ્રીની પાવન ઉપસ્થિતિ તેમજ મનોરથી પરિવાર દ્વારા ભૈરવજી યજ્ઞ સંપન્ન થયો.. આ અવસરે સૌમ્ય ભૈરવજીના વિશેષ શળંગાર દર્શન પણ યોજાયા હતા.
દીપાવલી ઉત્સવ
તા.૩૧-૧૦-૨૦૨૪, ગુરુવાર દિવાળીના શુભ દિવસે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણવિધિ સંપન્ન થઇ. આ સાથે-સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવ્યું. દિવાળી દિવસે સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી એવં મનોરથી પરિવાર દ્વારા સહ્વકમલોથી વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થયું. દીપાવલીના દિવસે પણ દીપદાન વિધિ કરવામાં આવી. શયન આરતી બાદ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ કરવામાં આવ્યો અને ત્યારબાદ ૮-૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી. આ અવસરે અનેક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીહરિ મંદિરમાં અન્નકૂટ દર્શન
તા. ૨-૧૧-૨૦૨૪, શનિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષના દિવસે શ્રીહરિ મંદિરમાં વહેલી સવારે ૭-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન યોજાયા. ત્યારબાદ સવારે ૮-૦૦ થી ૦૧-૦૦ તથા સાંજે ૪-૩૦ થી ૮ દરમ્યાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાホમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા અન્નકૂટની આરતી સંપન્ન કરવામાં આવી હતી. જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
સાંદીપનિમાં નૂતનવર્ષ
નિમિત્તે તોહમિલન
નૂતનવર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહમિલન યોજાયેલ હતું. જેમાં સાંદીપનિ પરિવારના શ્રીહરિ ભક્તો, પોરબંદર શહેરના નગરજનો, સાંદીપનિના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને પૂજ્ય ભાઈશ્રીએ નવા વર્ષની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
