તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 6th November 2024
દારૂના દુષણને ડામવા મુળ દ્વારકા બંદરે મહિલાઓની જનતા રેડ

કોડીનાર તા.૬ :.. કોડીનારનું મૂળદ્વારકા બંદર ઉપર માછીમારી પ્રજા રહે છે આ બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના દૂષણથી અનેક પરિવારોના લોકો આ દારૂના દૂષણમાં પાઈમાલ થઈ ગયા છે દેશીદારૂ ને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ભેળવતા ઝેરી તત્વો ના કારણે અનેક પરિવારોના મોભીઓ તેનો ભોગ બન્યા છે અને સંખ્યાબંધ મહિલાઓ નાની ઉંમરમાં વિધવા બની છે દેશી દારૂની લતમાં નાની ઉંમરના બાળકો પણ આ દૂષણોનો ભોગ બન્યા છે.
આ વિસ્તારની મહિલાઓ દારૂના ધંધાર્થીઓને કારણે તંગ આવી ગઈ છે અને પોલીસ તંત્ર ની સતત નિષ્ક્રિયતા થી કંટાળી છેવટે રણચંડી બની હતી અને મૂળદ્વારકામાં અનેક જગ્યાએ દારૂની પોટલીઓ વેચનારા ઉપર ઘોષ બોલાવી હતી કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ દેશી દારૂની મીની ફેક્ટરીઓ ચાલે છે દારૂના તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશીઓ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. કોડીનાર તાલુકાની પ્રજાને નશામુક્ત કરવા માટે દારૂના ધંધાર્થીઓ પર કડક પગલાં ઇચ્છનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસે મહિલાઓએ કરેલી જનતા રેડ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોડીનાર પંથકમાં અનેક સવાલો ઊભા થયા છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
