News of Wednesday, 6th November 2024
પીએસઆઈનાં મોત માટે નિમિત્ત બનેલ ટ્રેલર મોરબી પાસેથી ઝડપાયું : સુરેન્દ્રનગર એલસીબીની ૭ ટીમો એકિટવ
રેન્જ વડા અશોક યાદવે સમગ્ર ઘટના ખૂબ ગંભીરતાથી લેવા સાથે તપાસની તમામ બાબતોથી વાકેફ રાખવા આદેશ : ટ્રેલર ચાલક દ્વારા ટ્રેલર બીજા ભયથી ન રોકાયું હતું : મૂળ સુધી પહોંચવા સિનિયર અધિકારીઓ દ્વારા નિર્ધાર

રાજકોટ તા.૬ : સુરેન્દ્રનગર દસાડા માર્ગ પર દારૂ ભરેલ કાર માટે જીવના જોખમે પ્રયાસ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ મોતને ભેટતા તથા બે પોલિવમેનને ઇજા પામનાર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે, સુરેન્દ્ર નગર જિલ્લો જેમના સુપરવિઝન હેઠળ આવે છે, તેવા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર એલસીબીને તાકીદે તપાસ કરવા તથા વિવિધ ટીમો રચવા આપેલ આદેશ અંતર્ગત ૭ ટીમની રચના કરવામાં આવી હોવાની બાબતને રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા સમર્થન મળેલ છે.
દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પોતાના બહાદુર પીએસઆઈ ગુમાવવા સાથે આ ઘટના સંદર્ભે પોતાના બાતમીદારો તથા ટીમ દ્વારા અલગ રીતે તપાસ શરૂ થયાનું સૂત્રો જણાવે છે.
દરમિયાન જે ટ્રેલર દ્વારા પીએસઆઈની કાર અથડાય છે તે ટ્રેલર પણ મોરબી પાસેથી કબ્જે થયાનું ટોચના સૂત્રો અકિલાને જણાવ્યું છે, આ મામલામાં લોકોમાં વિવિધ ચર્ચા ચાલવા સાથે કોંગ્રેસ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે, પકડાયેલ ટ્રેલરની યાંત્રિક તપાસ પણ ચાલી રહેવા રહેવા સાથે આ ઘટનમાં ખરેખર શું બન્યું છે તેના મૂળ સુધી પોહચવા પ્રયત્નો કરવા પણ ઉંચા લેવલથી આદેશ આપવામાં આવ્યા છે.
અત્રે એ યાદ રહે કે પીએસઆઈ જે.એમ. પઠાણને રાજસ્થાનથી દારૂ ભરેલ ગાડી ગુજરાત આવી રહ્યાનું અને તે સુરેન્દ્ર નગર દસાડા માર્ગથી મોરબી તરફ જતી હોવાની બાતમી આધારે પીએસઆઈ જાવિદ પઠાણ દ્વારા સિનિયર અધિકારીઓને જાણ કરી ત્રણ ટીમ બનાવી તપાસ કરેલ, શંકાસ્પદ ગાડી આવી રહ્યાની જાણ પછી પીએસઆઈ તથા તેમની ટીમના સ્ટાફ એકિટવ બનેલ, આ દરમિયાન બંને વચ્ચે ટ્રેલર આવી જતા ટોર્ચ દ્વારા ટ્રેલર રોકવા પ્રયત્ન કરેલ, ટ્રેલર ચાલક કંઈક જુદું સમજી ડરી ગયેલ હોય કે બીજી કોઈ બાબત હોય ટ્રેલર રોકેલ નહિ, સાઇડ કાપવા જતા આ કરૂણ ઘટના સર્જાયેલ.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
