News of Wednesday, 6th November 2024
અમરેલીના ચાડિયા ગામે નવસર્જન થનાર બાબુભાઇ આર. પેથાણી સરોવરનું ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન

અમરેલીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી તાલુકાના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિ પૂજન કર્યું હતું. અમરેલીથી આશરે ૨૫ કિમી દૂર ચાડિયા ગામે માતળભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી થતા જનભાગીદારીથી નિર્મિત થનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું શીલા પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ - ચાડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે કે સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી. સામાન્ય નાગરિકથી લઇ કોઇપણ સંસ્થાઓ પોતાના સેવા કાર્યો થકી રાષ્ટ્રની સેવા કરી શકે છે. સ્વભાવ અને સંસ્કાર સાથે સ્વચ્છતા વણાઈ જાય ત્યારે સેવા ભાવ દીપી ઊઠે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ - ચાડિયાની સેવાકીય પ્રવળત્તિઓને બિરદાવી હતી. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ - ચાડિયાના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢીયાને સેવાકીય પ્રવળત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના આગમનને ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર વધાવી ધામધૂમથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ચાડિયાના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીફળ વધેરી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સરોવર નિર્માણમાં યોગદાન આપનાર દાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી હવેલીના શ્રી દ્વારકેશબાવાશ્રીએ નૂતન વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, માતળભૂમિ પ્રત્યે પ્રેમ અને સદ્દભાવનાના ગુણો વંદનીય છે. શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા માતળભૂમિનુ ઋણ અદા કરવામાં આવ્યું તે સરાહનીય છે.
શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના સેવાકીય પ્રવળત્તિઓને બિરદાવતા વડોદરા કલ્યાણરાયજી હવેલીના ગોસ્વામી દ્વારકેશલાલજીએ કહ્યુ કે, જેમ આહાર દ્વારા શરીરની ભૂખ તળપ્ત થાય છે તેમ ધર્મ અને સમાજ કલ્યાણની ભાવનાથી આત્મા તળપ્ત થાય છે જેનું ઉત્કળષ્ટ ઉદાહરણ આ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવળત્તિઓ થકી પૂરું પાડવામાં આવ્યું છે. જામનગરના ખીજડા મંદિરના મહંત કળષ્ણમણી મહારાજશ્રીએ ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામ પંચાયત-ચાડિયા, ગ્રામ વિકાસ મંડળ, ચાડિયા સેવા સહકારી મંડળી, ભોજલરામ મંડળી, ગરબી મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીને શાલ ઓઢાડી અને સ્મળતિચિન્હ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ચાડિયા ગામના વતની ધનસુખભાઇ ભંડેરીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાળા, જે.વી.કાકડિયા, જનકભાઈ તળાવીયા, કંચનબેન રાદડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, તરવડાના કળષ્ણપ્રિય સ્વામીજી, પ્રીતમલાલજી મહારાજ, શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ ગઢીયા, ટ્રસ્ટીઓ ધીરુભાઈ ભંડેરી, ધનસુખભાઈ ભંડેરી, અશ્વિનભાઈ પેથાણી, કાળુભાઈ ગઢીયા, બાબુભાઈ ભંડેરી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
