News of Wednesday, 6th November 2024
કૃષિમંત્રી જામનગર આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ વીરસાવરકર આવાસ ભવનના લોકોને મીઠાઇ અર્પણ કરી

જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી.
જામનગર મહાનગર પાલિકા હસ્તકની ઙ્કધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ વીર સાવરકર ભવન તરીકે ઓળખાતી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીએ મુલાકાત કરી તેઓને મીઠાઈ અર્પણ કરી
અહીં લોકોને બગીચા, રોડ રસ્તાઓ, પીવાનું પાણી, લિફટ સહિત તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી આધુનિક બાંધકામ કરી તમામ સવલતો ઊભી કરવામાં આવી છે.
કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા, સાશક પક્ષના નેતાશ્રી આશિષભાઈ જોષી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ભાવેશ જાની, માર્કેટિંગ યાર્ડના ડાયરેકટરશ્રી ઙ્કદ્યુમનસિંહ જાડેજા, આવાસ સમિતિના ચેરમેનશ્રી જયેન્દ્રસિંહ ઝાલા, શ્રી દિલીપસિંહ ચુડાસમા, કોર્પોરેટરોશ્રી બીનાબેન કોઠારી, શ્રી ઙ્કભાબેન ગોરેચા, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
