<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ડાયાબીટીસના દર્દી કેશોદથી ફરવા આવેલ દર્દીનું ખોવાયેલ બેગ જૂનાગઢ પોલીસે શોધી કાઢયું

ડાયાબીટીસના દર્દીનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦ ની કિમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ૧૫ જ જીપીજી.

 જૂનાગઢઃ તા. ૬:અરજદાર હિતભાઇ રાજુભાઇ ઠકરાર કેશોદના વતની હોય, અને તેમના પરીવાર સાથે ભવનાથ ખાતે ફરવા આવેલ હોય કાળવા ચોકથી ઓટો રીક્ષામાં બેસી દામોદર કુંડ તરફ જતા હોય દામોદર કુંડ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૧૦,૦૦૦/-ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં ૨ ઇન્સ્યુલીન પેન, કપડા તથા  અન્ય  જરૂરી સામાન હોય. હિતભાઇ તથા તેમના પરીવારએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે

 ંજૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ વિક્રમભાઇ જીલડીયા, હાર્દિકભાઇ સિસોદીયા,જાનવીબેન પટોળીયા, એન્જીનીયર રીયાઝભાઇ અંસારી હિતભાઇ તથા તેમનો પરીવાર દામોદર કુંડ ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ ચેક કરી હિતભાઇ પોતાનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં.જીજે-૧૧-યુયુ૦૦-૭૯ શોધેલ.ર્ંં ંર્ંજૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટોરિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગતેમની પાસે હોવાનું જણાવેલ. પોલીસ સ્ટાફ દ્વારા હિતભાઇ ઠકરારનું ઇન્સ્યુલીન પેનસહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિતભાઇએ જણાવેલ કે બેગમાં રહેલ ઇન્સ્યુલીન પેન મળવી તેમના માટે ખૂબ જ જરૂરી હતી.

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પોતાના પરીવારના કોઇ સભ્યને ડાયાબીટીશ હોય અને તેમની જ ઇન્સ્યુલીન પેન ખોવાયેલ છે તેવુ વિચારી બેગ શોધવા માટે કરેલ મહેનતથી હિતભાઇ તથા તેમનો પરીવાર ભાવવિભોર થઇ ગયેલ હોય તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને ફકત ૧૫  જ મિનિટમાં આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસ તથા નેત્રમ શાખાનો ખૂબ આભાર વ્યકત કર્યો હતો

(1:36 PM IST)