News of Wednesday, 6th November 2024
સાવરકુંડલા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે ભુપેન્દ્રભાઇ પટેલ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીઓ અને હોસ્પિટલ ટીમે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી સાવરકુંડલા સહિતના પંથકમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિઃશુલ્ક હોસ્પિટલ) માં દર્દી નારાયણ સેવાનો અનોખો નિઃશુલ્ક સેવાયજ્ઞ અવિરત શરૂ છે. શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વેળાએ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી બગસરા ધારાસભ્ય જે.વી.કાકડીયા, લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીગણ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-દિપક પાંધી-સાવરકુંડલા)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
