News of Wednesday, 6th November 2024
સાવરકુંડલા શિવ દરબાર આશ્રમની મુલાકાતે ભુપેન્દ્રભાઇ પટેલ

સાવરકુંડલા પંથકમાં ગૌ સેવા માટે વિખ્યાત સ્થાન એવાં શિવ દરબાર આશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય ઉષા મૈયાને વંદન કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાવરકુંડલાના કાનાતળાવ મુકામે શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌ શાળા આવેલ છે જ્યાં એક જ ગૌ વંશની ૩૦૦ થી વધુ ગાયોની સેવા કરવામાં આવે છે. શિવ દરબાર આશ્રમ અને ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગૌશાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌ માતાને ગોળ ખવડાવી ટ્રસ્ટની ગૌ સેવાલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મુખ્યમંત્રી શ્રીએ પૂ.ઉષા મૈયા સાથે ગૌ સેવાલક્ષી પ્રવૃત્તિ અને આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ સહિતની બાબત વિષયક સંવાદ સાધ્યો હતો. શિવ દરબાર આશ્રમ કાનાતળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વેળાએ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી - વડીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, અમદાવાદ ઠકકર બાપા નગર ધારાસભ્ય કંચનબેન રાદડિયા, અમરેલી જિલ્લાના ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારી શ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
