News of Wednesday, 6th November 2024
પૂ.રંજનબાઈ સ્વામી પંચમહાભુતમાં વિલીન
જય જય નંદા જય જય ભદ્રાના નાદ સાથે પાલખીયાત્રામાં ભાવિકો જોડાયા : સાધક બેલડી સાધ્વી રત્ના પૂ.રંજનજી મ.સ.એવમ્ પૂ.પદ્દમાજી મ.સ.બંને બહેનોએ સાથે દીક્ષા અંગીકાર કરેલ

રાજકોટ, તા., ૬: ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મહાસતિજીના સુશિષ્યા સાધ્વી રત્ના પૂ.રંજનબાઈ સ્વામી નાલંદા તીર્થધામ ખાતે સોમવારે રાત્રે કાળધર્મ પામ્યા હતા. પૂ.રંજનબાઈ મ.ની ઉંમર વર્ષ ૮૩, તથા સંયમ પર્યાય ૫૭ વર્ષ હતો.પૂ.શ્રીની પાલખી યાત્રા તા. ૫ ને બપોરે ૩.૦૦ કલાકે જય જય નંદા,જય જય ભદ્દા ના જયઘોષ સાથે નાલંદા તીર્થધામથી પ્રયાણ થઈ રામનાથ પરા મુક્તિધામ ખાતે અંત્યેષ્ઠિ વિધિ માટે લઈ જવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
કાલાવડની ધન્ય ધરા ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી અચરતબેન અને ધર્મ પરાયણ પિતા કેશવલાલભાઈ મહેતાના ખમીરવંતા ખોરડે તા.૩/૪/૧૯૪૨ માં અવતરેલ એક નહીં પરંતુ બબ્બે સગી બહેનોએ માદરે વતન કાલાવડમાં જ સતાવન વર્ષ પૂર્વે સાધ્વી રત્ના પૂ.વખતબાઈ મ.સ.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી બંને હળુ કર્મી આત્માઓએ જિન શાસનના ઈતિહાસમાં સૂર્વણ પળષ્ટ ઉમેરેલ.
પૂ.રંજનજી મ.સ.ની દીક્ષા સમયે ઉંમર ૨૫ વર્ષ ( જન્મ તા.૩/૪/૧૯૪૨)અને પૂ.પદ્દમાજી મ.સ.ની ઉંમર ૨૩ વર્ષ (જન્મ તા.૨૬/૭/૧૯૪૪) હતી. યુવાન વયે બંને સાધક બેલડીએ પ્રવજ્યા પંથે પ્રયાણ કરી?? જ્ઞાનાભ્યાસમાં જોડાઈ ગયેલ.
સાધ્વી રત્ના પૂ.વખતબાઈ મ.સ. તથા પૂ.ઈન્દુબાઈ મ.સ.કહેતા કે આ તો ઝવેર પરિવારની ઝવેરાત છે. પૂ.રંજનજી મ.સ.તથા પૂ.પદ્દમાજી મ.સ.એ સૌરાષ્ટ્ર, ગુજરાત, હાલાર સહિતના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.સાથે વિચરણ કરી સુંદર શાસન પ્રભાવના કરેલી. થોડા સમયથી પૂ.રંજનજી મ. સ.ને પગમાં તકલીફ થવાથી તેઓ નાલંદા તીર્થધામ રાજકોટમાં સ્થિરવાસ કરતા હતાં.નાદુરસ્ત આરોગ્ય હોવા છતાં સતત તેઓ સ્વાધ્યાયમાં રમણતા કરતાં. બંને સાધક બેલડીના જીવનમાં મીઠાશ,મધુરતા અને સરળતા રહેલી છે.
પૂ.સોનલજી મ.સ.એ પોતાના અનુભવની પ્રસ્તુતિ કરતાં જણાવ્યું કે રત્નાધિક પૂ.રંજનબાઈ મહાસતિજીમાં નીખાલસતા અને સરળતા ભારોભાર ભરેલી વર્તાતી. પૂ.પદ્દમાબાઈ મ.,પૂ.સોનલબાઈ મ. તથા પૂ.મીનળબાઈ મ.એ અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરેલ. નાલંદા સંઘ પ્રમુખ અશોકભાઈ દોશીએ જણાવ્યું કે નાલંદા સંઘ એવમ્ જિન શાસનને પૂ.રંજનબાઈ મ.ના કાળધર્મથી બહુ મોટી ખોટ પડી છે.
પાલખીયાત્રામાં અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ મહેતા, પ્રદિપભાઇ માવાણી, રમેશભાઇ દોશી, અતુલભાઇ પતિરા, હિમાંશુભાઇ શાહ, જીનેશભાઇ દેસાઇ, સંપટભાઇ મારવાડી, અંકુરભાઇ મારવાડી, પ્રવિણભાઇ મહેતા, વિમલભાઇ મહેતા, જયેશભાઇ સંઘાણી, દિપકભાઇ દોશી, પિયુષભાઇ ઉદાણી, કોૈશલભાઇ મહેતા, શૈલેષભાઇ દોશી આદિ નાલંદા સંઘના પદાધિકારી ઉપેનભાઇ મોદી, સી.એમ. શેઠ, પ્રવિણભાઇ કોઠારી, પરેશભાઇ સંઘાણી, સુશિલભાઇ ગોડા, ગોૈરવભાઇ દોશી, મુકેશભાઇ વોરા, મુળવંતભાઇ સંઘાણી, શિરીષભાઇ બાટવીયા, પ્રતાપભાઇ વોરા, બિપીનભાઇ પારેખ, જગુભાઇ દોશી, ભરતભાઇ દોશી, કિરીટભાઇ શેઠ તથા કાલાવાડ સંઘ, ઉપલેટા સંઘ, ધોરાજી, મોરબી, મુંબઇ, અમદાવાદ, હૈદરાબાદ, જામનગર, જામજોધપુર, ખાવડી, પડધરી, ગોંડલ, આદિ અનેક ગામોના સંઘ તથા હિતેષભાઇ મણિયાર, હિતેશભાઇ મહેતા આદિ સંઘો તેમજ સંઘોના પદાધિકારીઓ હાજર રહયા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
