<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જામનગરના સામુહિક બળાત્કારના ત્રણેય નરાધમ આરોપીઓને પોલીસે દબોચી લીધા : જુઓ વિડિયો

દિવાળીના તહેવારો દરમિયાન બ્લેકમેલ કરી યુવતી પર ત્રણ શખ્સોએ આચાર્ય હતું દુષ્કર્મ: સ્નાન કરતી યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લઈને 3 હવસખોરો બળાત્કાર કર્યો :સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા

જામનગરમાં 21 વર્ષીય યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી છે. જેમાં સ્નાન કરતી યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લઈને 3 હવસખોરો છેલ્લા દોઢેક વર્ષથી અલગ-અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે .

 

જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતી યુવતી પર ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. આ ભોગ બનાનર યુવતી  સામુહિક દુષ્કર્મ આચરનારા ત્રણેય શખ્સો સાથે છેલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

જામનગર શહેરમાં રહેતી યુવતી બાથરૂમમાં સ્નાન કરતી હતી. આ સમયે આ કેસના મુખ્ય આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જે બાદ આ ન્યૂડ ફૂટેજના આધારે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. 

મુખ્ય આરોપીએ યુવતીના ન્યૂડ ફૂટેજ પોતાના અન્ય બે મિત્રોને પણ મોકલ્યા હતા. જેના આધારે છેલ્લા દોઢેક વર્ષથી ત્રણેય હવસખોરો ફાર્મ હાઉસ, ફ્લેટ સહિતના સ્થળોએ લઈ જઈને યુવકી પર દુષ્કર્મ આચરતા હતા.

આરોપીઓના નામ-સરનામા (1) હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ શેખ સીપાઇ જાતે. મુસ્લીમ ઉવ ૪૦ ધંધો ખેતી રહે.ઘાંચી ખડકી વહેવારીયા મદ્રાશા પાસે ભમરીયા કુવા પાસે જામનગર (2) હમીરખાન જાફરખાન જરવાર જાતે મુસ્લીમ ઉવ ૪૧ રહે. મોરકંડા રોડ સનસીટી-૨ રોશનશા પીરની દરગાહની બાજુની શેરીમા જામનગર (૩) ફૈઝલ લતીફભાઈ ઈયલ જાતે દરવાન મુસ્લીમ ઉવ રર ધંધો રી.ડા. રહે. ઘાંચીની ખડકી વહેવારીયા મદ્રાસા પાસે ભમરીયા કુવાની બાજુમાં જામનગર

 કાયદાની કલમ - IPC કલમ-૩૭૬(ડી),૩૭૬(૨)(એન), ૩૨૩,૫૦૬(૨),૩૫૪(બી) ૩૫૪(સી)

આ કામેના ફરીયાદી આરોપી હુશેન ગુલમામદ ના મકાને ઘરકામ કરવા જતી હતી ત્યારે
ફરીયાદી બાથરૂમમાં ન્હાતા હતા ત્યારે ચોરી છુપી રીતે આરોપી હુશેને પોતાના મોબાઇલ ફોનમાં ફરીયાદી ના ન્યુડ વિડીયો - ફોટા બનાવી/પાડી લઇ ફરીયાદીને બતાવી બ્લેક મેઇલ કરી અવાર-નવાર બળત્કાર કરેલ અને ત્યાર બાદ આરોપી હુશેન ગુલમામદ, તથા હમીરખાન ઉર્ફે ખાનભાઇ જાફરખાન જરવાલ અને ફૈઝલ ઉર્ફે કારાભાઇ લતીફ દરવાન એ આ કામના ફરીયાદીને બ્લેક મેઇલ કરી જુદી-જુદી જગ્યાઓ એ લઇ જઇ બળજબરીથી કપડા કાઢી લઇ સામુહિક બળત્કાર ગુજારેલ હોય તેમજ આરોપી હુશેને ફરીયાદીને ફોટા અને વીડીઓ વાયરલ કરવાની ધાક-ધમકીઓ આપી પોતાના મોટા થાવરીયા ગામ તરફ જતા આવેલ અસદ નામના ફર્મે લઈ જઈ અવાર-નવાર મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળત્કાર ગુજારી ગુન્હો આચરેલ હતો ( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(7:27 PM IST)