<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જૂનાગઢ શહેર અને જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્‍ચે દિપાવલી પર્વની ઉજવણી થતા એસપી હર્ષદ મહેતાનો આભાર વ્‍યકત કરતા સાધુ સમાજ અને વેપારી એસોસીએશન

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૬: જૂનાગઢ શહેર અને જીલ્લામાં એસપી હર્ષદ મહેતાની કુનેહ થી એકપણ બનાવ બનેલ નથી અને લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં દિપાવલી પર્વની ઉજવણી કરેલ છે.

સામાન્‍ય રીતે દિવાળીમાં ફટાકડા ફોડવાથી માંડી ટ્રાફિક સહિતની સમસ્‍યા ઓને લઇને ઝગડા ઓ થતા હોય છે. પરંતુ એસપી હર્ષદ મહેતા એ. ડી.વાય. એસ.પી. હિતેષ ધાંધલ્‍યા તથા એલસીબી પીઆઇ પીકે ચાવડા તથા એડીપી પીઆઇબીબી કોળી તેમજ બી ડીવીઝન પીઆઇપીસી સરવૈયા શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ એસએન જાડેજા એ શહેરમાં રાઉન્‍ડ ધકલોક પેટ્રોલીંગ હાથ ધરી સતત શહેરના મુખ્‍ય વિસ્‍તારો કાળવાચોક એમજી રોડ પંચહાટડી જેનીલી શોપીંગ સેન્‍ટર ખાતે પોલીસ નો બંદોબસ્‍ત તૈનાત  કરાયેલ જેને  લઇને આ વખતે કોઇ પણ પ્રકાર નો અનિચ્‍છનીય બનાવ શહેર અને જીલ્લામાં પણ બનેલ નથી

અખિલ ભારત સાધુસમાજના અધ્‍યક્ષ પુ મુકતાનંદબાપુ મેંદરડાના પુ. સુખરામદાસ બાપુ સહિતના  અને વેપારી એસોસીએશન દ્વારા એસપીનો આભાર વ્‍યકત કરવામાં આવેલ છે.

(1:16 PM IST)