News of Friday, 8th November 2024
જય જલીયાણની ગુંજ સાથે કચ્છ બન્યું જલારામ મય: ભુજમાં ૨૨૫ કિલોના બુંદીના લાડુનો પ્રસાદ
આજે સમસ્ત જ્ઞાતિજનો માટે ભોજન મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો : રાત્રે કીર્તિદાન ગઢવીની સંતવાણીનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : ભક્ત શિરોમણી પૂ.જલારામબાપાની ૨૨૫ મી જન્મ જ્યંતિ પ્રસંગે સમગ્ર કચ્છમાં જય જલીયાણની ગુંજ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા ૨૨૫ કિલોના બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરાયો છે. આ પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ૨૨૫ કિલોના લાડુના દર્શને ઉમટ્યા હતા. ભુજ લોહાણા મહાજન દ્વારા ગઈકાલે રાત્રે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી. આજે સમસ્ત જ્ઞાતિજનો માટે ભોજન મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાત્રે કીર્તિદાન ગઢવીની સંતવાણીનું આયોજન કરાયું છે. ભુજ ઉપરાંત કચ્છના તમામ તાલુકા મથકો અને લોહાણા સમાજની બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારો તેમ જ ગામોમાં પૂ. જલારામબાપાની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
