<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંપૂ.જલારામબાપા જન્‍મોત્‍સવનીભવ્‍યતાથી ઉજવણી

ગામે-ગામ શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાવિકોની ભીડ

રાજકોટ, તા., ૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પૂ.જલારામબાપા જન્‍મજયંતીની ભવ્‍યતાથી ઉજવણી થઇ રહી છે. આજે ગામે-ગામ શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ગોંડલ : જ્‍યાં ટુકડો ત્‍યાં હરિ ઢુકડો ની યુક્‍તિ ને ખરા અર્થમાં સાર્થક કરનાર પરમ પૂજ્‍ય જલારામબાપાની ૨૨૫મી  જન્‍મજયંતિ ભક્‍તિભાવ અને હર્ષોઉલ્લાસથી શ્રી ગોંડલ  લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે કારતક સુદ સાતમ એટલે પૂજ્‍ય જલારામબાપા ની જન્‍મ જયંતિ અને ગત વર્ષની માફક આ વર્ષે ગોંડલ રઘુવંશી સમાજ દ્વારા બે દિવસીય જલારામ જયંતિ ઉત્‍સવ ઉજવાય રહ્યો છે જેમાં રક્‍તદાન કેમ્‍પ - જલારામ બાપા ની ઝાંખી - પૂ. જલારામબાપા ને ૫૬ભોગ અન્નકોટ - સમૂહ પ્રસાદ તથા વિશાળ શોભાયાત્રા સહીત ના કાર્યક્રમોનું ભવ્‍યાતિ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે .

શ્રી ગોંડલ લોહાણા મહાજન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જયંતી ધામધૂમથી ઉજવાશે જે અંતર્ગત આજે ગુરુવારે સવારે ૯ થી સાંજના ૫ ભવ્‍ય સર્વજ્ઞાતિય મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ રક્‍તનું દાન કરી ઉજવણી કરી હતી આ તકે ગોંડલ ના સુપ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, જેમના વરદ્દ હસ્‍તે બ્‍લડ ડોનેશન કેમ્‍પને ખુલો મુકવામાં આવ્‍યો હતો. આ બ્‍લડ ડોનેશન કેમ્‍પ ને સફળ બનાવવા માટે શ્રી ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અલ્‍પેશભાઈ જીવરાજાની, જયેશભાઇ ભોજાણી, મિતુલભાઈ ખીમાણી, વૈભવ ગણાત્રા, પ્રકાશભાઈ ઠકરાર, રવિ ગદેશા, મોહિત રાજાણી, તેજસ અઢિયા, વિરલ વસાણી, જયેશ પાંધી, પવન સોનપાલ, ચેતન ભોજાણી, વિક્રમભાઈ તન્ના, સહિતના રઘુવંશી ભાઈઓ તથા મોટીસંખ્‍યામાં બહેનોએ જહેમત ઉઠાવી હતી. 

ેગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાએ જણાવ્‍યું હતું કે લોહાણા મહાજન ના હોદેદારોની  ટીમ દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ને શુક્રવારે પૂજ્‍ય જલારામબાપાની જન્‍મ  જયંતી નિમિતે

સવારે ૯.૦૦ કલાકે લોહાણા મહાજનવાડી ખાતે પૂ. જલારામ બાપા નું પૂજન ગોંડલ ના સુઙ્કસિદ્ધ રામજી મંદિર ના મહંતશ્રી જયરામદાસજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં થયું હતું. તેમજ મહાપ્રસાદ સવારે ૧૧.૦૦ કલાકેથી યોજાયો હતો. જેમાં સમસ્ત રઘુવંશી સમાજ ઉપરાંત દરેક સમાજ શ્રેષ્ઠિઓ રાજકીય આગેવાનો અધિકારીશ્રીઓ પધારી પ્રસંગ ને દીપાવશે ત્યારબાદ પૂ. જલાબાપાની ભવ્ય શોભાયાત્રા સાંજે ૪.૦૦ વાગ્યે લોહાણા વાડી થી ભવ્ય આતશબાજીથી પ્રસ્થાન કરી ડીજે સંગ વાજતે ગાજતે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરશે જેમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાશે અને કુમારિકાઓ કળશ ધારણ કરી શોભાયાત્રામાં શોભા વધારશે. જયારે શોભાયાત્રાના રુટ પર વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા ઠંડા પીણાં ની સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે

આ પ્રસંગને સફળ બનાવવા ગોંડલ શહેર ની રઘુવંશી સમાજની વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે શ્રી ગોંડલ લોહાણા મહાજન - શ્રી રઘુવંશી સેવા મંડળ - શ્રી રઘુવંશી મહિલા મંડળ - શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન - શ્રી રઘુવંશી સોશ્યિલ ગ્રુપ - શ્રી જલારામ મંદિર - શ્રી રઘવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસા. લી  - શ્રી વરિષ્ઠ લોહાણા સમાજ - શ્રી વીર યુવા ગ્રુપ - શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા જહેમત ઉઠાવી રહ્ના છે.

(11:36 AM IST)